ETV Bharat / bharat

ભૂતપૂર્વ વિદેશપ્રધાન નટવરસિંહનું નિધન, ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ - NATWAR SINGH PASSED AWAY

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 11, 2024, 7:13 AM IST

ભારતના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન નટવર સિંહનું લાંબી માંદગી બાદ ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં મોડી રાત્રે નિધન થયું છે. 95 વર્ષના નટવર સિંહને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. નટવર સિંહ લાંબા સમયથી બીમાર હતા અને ગુરૂગ્રામની એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. તાજેતરમાં સારવાર દરમિયાન પુત્ર સાથેની એક તસવીર પણ સોશિયલ મીડિયા પર સામે આવી હતી. NATWAR SINGH PASSED AWAY

ભૂતપૂર્વ વિદેશપ્રધાન નટવરસિંહનું નિધન
ભૂતપૂર્વ વિદેશપ્રધાન નટવરસિંહનું નિધન (Etv Bharat Graphics Team)

જયપુર: મનમોહન સિંહ સરકારમાં વિદેશ મંત્રી રહેલા નટવર સિંહે શનિવારે મોડી રાત્રે ગુરૂગ્રામની હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 95 વર્ષના હતા. એક ઉમદા વ્યક્તિ અને કુશળ રાજકારણી તરીકે જાણીતા હતાં. નટવર સિંહ રાજસ્થાનના ભરતપુરના રહેવાસી હતા. તેમનો જન્મ 16 મે, 1929ના રોજ ભરતપુરમાં થયો હતો. તેમણે મે-2004 થી ડિસેમ્બર-2005 સુધી મનમોહન સિંહ સરકારમાં વિદેશ મંત્રી તરીકે સેવા આપી હતી. તેમના પુત્ર જગત સિંહ હાલમાં ભરતપુરના નાદબાઈથી ભાજપના ધારાસભ્ય છે. નટવર સિંહની પત્ની હેમિંદર કૌર કેપ્ટન અમરિંદર સિંહની બહેન છે. નટવર સિંહના અંતિમ સંસ્કાર આજે દિલ્હીમાં કરવામાં આવશે. નટવર સિંહ બે વખત લોકસભાના અને એક વખત રાજ્યસભાના સભ્ય પણ રહી ચુક્યા છે.

રાજદ્વારીથી રાજકારણી સુધીની સફર: નટવર સિંહ એક ભારતીય રાજદ્વારી અને અનુભવી રાજકારણી હતા. તેઓ 1953માં ભારતીય વિદેશ સેવામાં જોડાયા હતા. તેમણે યુનિસેફના એક્ઝિક્યુટિવ બોર્ડમાં ભારતના પ્રતિનિધિ તરીકે સેવા આપી હતી. 1963 અને 1966 ની વચ્ચે સંયુક્ત રાષ્ટ્રસંઘની ઘણી સમિતિઓમાં તેમણે કામ કર્યું. તેઓ 1966માં ઈન્દિરા ગાંધીના વડા પ્રધાન સચિવાલયમાં નિયુક્ત થયા હતા.

1971 થી 1973 સુધી તેઓ પોલેન્ડમાં ભારતના રાજદૂત હતા. ત્યારબાદ 1980 થી 1982 સુધી તેમણે પાકિસ્તાનમાં ભારતના રાજદૂત તરીકે સેવા આપી હતી. સિંહે વિદેશ મંત્રાલયમાં સચિવ તરીકે પણ સેવા આપી હતી. વર્ષ 1984માં નટવર સિંહને પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વર્ષે તેમણે ચૂંટણી લડવા માટે તેમની સરકારી નોકરીમાંથી રાજીનામું આપ્યું હતું.

પુસ્તકના કારણે રહ્યાં ચર્ચામાં : નટવર સિંહ, જેમણે ભારતીય વિદેશ નીતિ પર ઊંડી છાપ છોડી હતી, તેઓ નહેરુ-ગાંધી પરિવારના ખૂબ જ નજીકના લોકોમાંના એક હતા. નટવર સિંહ એક સારા લેખક પણ હતા. તેમણે ઘણા પુસ્તકો લખ્યા છે, તેમની આત્મકથા 'વન લાઈફ ઈઝ નોટ ઈનફ'માં તેમના સમયના ઘણા રહસ્યો છે. જેના કારણે આ પુસ્તક વિવાદો અને માધ્યમોમાં છવાયેલું પણ રહ્યું હતું.

  1. પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્જીનું નિધન, 80 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ - Buddhadeb Bhattacharjee passe away

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.