ETV Bharat / bharat

'જામીન આપવાથી ઈન્કાર કરવો મૌલિક અધિકારોનું ઉલ્લંઘન', સુપ્રીમ કોર્ટે કેમ કરી આ ટિપ્પણી? જાણો - SUPREME COURT ON BAIL - SUPREME COURT ON BAIL

ન્યાયમૂર્તિ અભય એસ ઓકા અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે UAPA હેઠળ ધરપકડ કરાયેલા જલાલુદ્દીન ખાનને જામીન આપ્યા છે. આ દરમિયાન કોર્ટે કહ્યું કે જામીનના મુદ્દા પર વિચાર કરવો એ કોર્ટની ફરજ છે.- Supreme Court

સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટ (ANI)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 13, 2024, 7:35 PM IST

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું હતું કે 'જામીન એ નિયમ છે, જેલ અપવાદ છે' એ કાનૂની સિદ્ધાંત છે અને તે ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ જેવા વિશેષ કાયદા હેઠળના ગુનાઓને પણ લાગુ પડે છે.

જસ્ટિસ અભય એસ ઓકા અને ઑગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે કડક આતંકવાદ વિરોધી કાયદા UAPA હેઠળ આરોપી જલાલુદ્દીન ખાનને જામીન આપતાં કહ્યું કે જો અદાલતો જામીન નકારવા લાગે તો તે મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન હશે.

'જામીન મામલે વિચારણા કરવાની કોર્ટની ફરજ'

ખંડપીઠે કહ્યું કે ફરિયાદ પક્ષના આરોપો ખૂબ ગંભીર હોઈ શકે છે, પરંતુ કાયદા મુજબ જામીનના મુદ્દા પર વિચાર કરવાની કોર્ટની ફરજ છે. બેન્ચે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જામીન એ નિયમ છે અને જેલ અપવાદ છે, આ વિશેષ કાયદાઓને પણ લાગુ પડે છે. કોર્ટે કહ્યું, "જો અદાલતો લાયક કેસીસમાં જામીન નકારવાનું શરૂ કરે છે, તો તે કલમ 21 હેઠળ બાંયધરીકૃત અધિકારોનું ઉલ્લંઘન હશે."

'કોર્ટે જામીન આપવામાં અચકાવું જોઈએ નહીં'

ખંડપીઠે કહ્યું કે જ્યારે જામીન આપવાની વાત આવે ત્યારે કોર્ટે જામીન આપવામાં અચકાવું જોઈએ નહીં. ઉપરાંત, તેણે પટના હાઈકોર્ટના નિર્ણય સામે ખાનની અપીલ સ્વીકારી જેણે તેને જામીન આપવાનો ઈન્કાર કર્યો હતો. પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના કથિત સભ્યોને તેના ઘરનો એક માળ ભાડે આપવા બદલ અરજદાર પર UAPA અને હવે-નિષ્ક્રિય IPCની અન્ય કલમો હેઠળ કેસ કરવામાં આવ્યો હતો.

હિંસાનું કાવતરું: નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીના જણાવ્યા અનુસાર, આતંક અને હિંસાની ઘટનાઓને અંજામ આપવા અને આતંકનું વાતાવરણ બનાવવાના ઈરાદાથી ગુનાહિત કાવતરું ઘડવામાં આવ્યું હતું. આરોપીઓએ અહેમદ પેલેસ, ફુલવારીશરીફ, પટનામાં ભાડે રહેઠાણની વ્યવસ્થા કરી હતી અને હિંસાના બનાવો અને ગુનાહિત કાવતરાની મીટિંગો યોજવા માટે તાલીમ માટે જગ્યાનો ઉપયોગ કર્યો હતો.

તમને જણાવી દઈએ કે બિહાર પોલીસને 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રસ્તાવિત મુલાકાત દરમિયાન અશાંતિ ફેલાવવાની આરોપીઓની યોજનાની માહિતી મળી હતી. જે બાદ પોલીસે ખાનના ઘરે દરોડા પાડ્યા હતા.

  1. કલકત્તા હાઈકોર્ટે ડોક્ટરના બળાત્કાર અને હત્યાની તપાસ CBIને સોંપવાનો આદેશ આપ્યો - Calcutta High Court
  2. 22 ઓગસ્ટે દેશભરમાં વિરોધ પ્રદર્શનની જાહેરાત, જાણો શું છે હિંડનબર્ગના નવા રિપોર્ટ પર કોંગ્રેસની તૈયારી - Congress Nationwide Protest

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.