ETV Bharat / bharat

Muzaffarnagar Murder Case : મિલકતમાં ભાગ ન આપવો પડે એટલે પિતાએ 3 મહિનાની પુત્રીની હત્યા કરી - પિતા

શુક્રવારે, મુઝફ્ફરનગરમાં એક પિતાએ તેની 3 મહિનાની પુત્રીની હત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો હતો. મુઝફ્ફરનગર હત્યા કેસમાં બાળકીની માતાની ફરિયાદ પર એફઆઈઆર નોંધવામાં આવી હતી અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

Muzaffarnagar Murder Case : મિલકતમાં ભાગ ન આપવો પડે એટલે પિતાએ 3 મહિનાની પુત્રીની હત્યા કરી

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 26, 2024, 9:48 PM IST

મુઝફ્ફરનગર : મુઝફ્ફરનગર જિલ્લામાં શુક્રવારે એક પિતા પર તેની ત્રણ મહિનાની પુત્રીને મોતને ઘાટ ઉતારવાનો ગંભીર આરોપ છે. બાળકીની માતાના જણાવ્યા અનુસાર આ ઘટના શુક્રવારે સવારે બની હતી. આરોપીએ બાળકીની માતાને કહ્યું કે બાળકી રમતી-રમતી ઊંઘી ગઈ હતી. જ્યારે બાળકી લાંબા સમય સુધી ન જાગી તો માતાએ તેને જગાડવાનો પ્રયાસ કર્યો. અનેક પ્રયત્નો છતાં બાળકી નિર્જીવ રહી. આ જોઈને બાળકીની માતા ડરી ગઈ અને તેને ડોક્ટર પાસે લઈ ગઈ. ત્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.

પુત્રીની હત્યાનો આરોપ : બાળકીની માતાની ફરિયાદ પર મુઝફ્ફરનગર પોલીસે આ હત્યા કેસમાં ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપી પિતાની ધરપકડ પણ કરી હતી.પુત્રીની હત્યાનો આરોપ જેના પર છે તે પિતાએ કહ્યું કે તેને તેની બીજી પત્નીથી બાળક જોઈતું ન હતું. તે ઇચ્છતો ન હતો કે તેની પ્રથમ પત્નીના પાંચ બાળકો સિવાય અન્ય કોઈ તેની મિલકતમાં વારસદાર બને. આથી તેણે તેની બીજી પત્નીની પુત્રીને મોકો જોઇને મોતને ઘાટ ઊતારી દીધી હતી.

પ્રોપર્ટીમાં ભાગ ન આપવો પડે તે માટે હત્યા કરી : મુઝફ્ફરનગરમાં બુઢાના કોતવાલી વિસ્તારમાં આ હત્યાની ઘટના બની હતી. આ મામલામાં એસપી રુરલ સંજય કુમારે કહ્યું કે બાળકીની માતા સાજીદાની ફરિયાદ પર આરોપી ગુલશેર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ પછી તેની ધરપકડ કરવામાં આવી છે. તેણે પોલીસને આપેલા નિવેદનમાં પોતાનો ગુનો સ્વીકારી લીધો છે. ગુલશેર ઇચ્છતો ન હતો કે પ્રોપર્ટીમાં હિસ્સેદારી વધે. તે પોતાની નવજાત બાળકીને નાપસંદ કરતો હતો. ત્યારે તક મળતાં જ તેણે બાળકીની હત્યા કરી નાખી.

  1. West Bengal News: કોલકાતામાં પત્ની અને પુત્રીની હત્યા કર્યા બાદ પૂર્વ સૈનિકે લોકલ ટ્રેન સામે ઝંપલાવ્યું
  2. Hariyana News: પાણીપતમાં પિતાએ કરી 12 વર્ષની પુત્રીની હત્યા, પત્નીના પિયર જવાથી હતો પરેશાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.