ચંદીગઢઃ મુખ્ય પ્રધાન ભગવંત સિંહ માને પ્રજાસત્તાક દિવસે પંજાબ કૃષિ યુનિવર્સિટીમાં રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો. આ દમરિયાન મુખ્ય પ્રધાન માને પરેડની સલામી ઝીલી હતી. ભગવંત માને 26 જાન્યુઆરી સંદર્ભે દિલ્હીમાં યોજાનાર નેશનલ પરેડમાં પંજાબનો ટેબ્લો(પંજાબની ઝાંખી) સામેલ ન કરવા પર કેન્દ્ર સરકાર પર આકરા વાકપ્રહાર કર્યા હતા.
ભગવંત માને પોતાના પત્ની ગર્ભવતી હોવાના પણ સમાચાર જનતાને આપ્યા હતા. તેમણે કહ્યું કે, માર્ચમાં અમારા ઘરમાં ખુશીઓનું આગમન થવાનું છે. મારા ઘરમાં પુત્ર આવે કે પુત્રી પરંતુ તે સ્વસ્થ હોય તે જરુરી છે. હું ભગવાને બાળક સ્વસ્થ આવે તેવી પ્રાર્થના કરુ છું. તમે પણ પ્રાર્થના કરજો.
ભગવંત માને ગણતંત્ર દિવસનું મહત્વ વર્ણવતા પંજાબીઓના બલિદાનને યાદ કર્યુ હતું. તેમણે કહ્યું કે, અંગ્રેજોના શાસનમાં અનેક 26મી જાન્યુઆરી વીતી ચૂકી હતી. આ તો પંજાબીઓએ બલિદાન આપ્યા, શહાદત આપી ત્યારે હવે 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ તરીકે આપણે ઉજવી શકીએ છીએ. તેથી જ પંજાબ 26મી જાન્યુઆરીને ગણતંત્ર દિવસ તરીકે ખાસ ઉજવે છે.
મુખ્ય પ્રધાન માને 26મી જાન્યુઆરીના રોજ પંજાબના બલિદાનને યાદ કરતા કહ્યું કે, ભારતની આઝાદીમાં પંજાબના કુકા આંદોલન, ગદર આંદોલન, કામાગાટા આંદોલન અને પાઘડી લઈ જતું જાટોનું આંદોલન હોય દરેક આંદોલનનું બહુ મહત્વ છે. તેથી પંજાબમાં પ્રજાસત્તાક દિવસની ખાસ ઉજવણી કરવામાં આવે છે. જો કે દુઃખની બાબત એ છે કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીની નેશનલ પરેડમાંથી પંજાબનો ટેબ્લો(પંજાબની ઝાંખી)ને દૂર કરવામાં આવે છે. પંજાબના ટેબ્લો પર કંઈપણ ખોટું લખેલ હોય તો તમે જણાવો. આપણા ભગત સિંહ, કરતાર સિંહ સરાબા, રાજગુરુ સુખદેવનું સન્માન ઘટવું ન જોઈએ. જો કેન્દ્ર સરકાર પંજાબનો ટેબ્લો(પંજાબની ઝાંખી)ને નેશનલ પરેડમાં સામેલ કરત તો 26મી જાન્યુઆરીનું સન્માન વધી જાત.
Loksabha Election 2024: પંજાબમાં આમ આદમી પાર્ટી કૉંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે-ભગવંત માન
Gurpatwant Singh Pannu: SFJ ચીફ ગુરપતવંત સિંહ પન્નુએ પંજાબના CM ભગવંત માનને જાનથી મારી નાખવાની ધમકી