ETV Bharat / bharat

1987 બેચના IAS અધિકારી ટીવી સોમનાથનની કેબિનેટ સચિવ તરીકે નિમણૂક, રાજીવ ગૌબાનું લેશે સ્થાન - TV SOMANATHAN AS CABINET SECRETARY - TV SOMANATHAN AS CABINET SECRETARY

વરિષ્ઠ IAS અધિકારી ટીવી સોમનાથનને રાજીવ ગૌબાના સ્થાને નવા કેબિનેટ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સોમનાથન, તામિલનાડુ કેડરના 1987 બેચના IAS અધિકારી છે અને હાલમાં કેન્દ્રીય નાણાં સચિવ અને ખર્ચ સચિવ તરીકે સેવા આપી રહ્યા છે. ias officer tv somanathan

વરિષ્ઠ IAS અધિકારી ટીવી સોમનાથન (ફાઈલ તસ્વીર)
વરિષ્ઠ IAS અધિકારી ટીવી સોમનાથન (ફાઈલ તસ્વીર) (ANI)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 11, 2024, 9:51 AM IST

નવી દિલ્હી: નરેન્દ્ર મોદી સરકારે શનિવારે 1987 બેચના ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી ટીવી સોમનાથનને બે વર્ષના કાર્યકાળ માટે કેબિનેટ સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ 1982 બેચના IAS અધિકારી રાજીવ ગૌબાનું સ્થાન સંભાળશે, જેમણે કેબિનેટ સચિવ તરીકે અભૂતપૂર્વ પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો.

ટીવી સોમનાથનને કેબિનેટ સચિવનો પદભાર

કેબિનેટની નિમણૂક સમિતિએ કેબિનેટ સચિવાલયમાં વિશેષ ફરજ પરના અધિકારી તરીકે ટીવી સોમનાથન, IAS (TN:87) ની નિમણૂકને પણ મંજૂરી આપી છે, જે કેબિનેટ સચિવનો ચાર્જ સંભાળવાની તારીખથી લઈને કેબિનેટ સચિવનો પદભાર ગ્રહણ કરે ત્યાં સુધી તે રહેશે.

રાજીવ ગૌબાનું સ્થાન સંભાળશે સોમનાથન

ગૌબાને 2019માં બે વર્ષના કાર્યકાળ માટે કેબિનેટ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. બાદમાં તેને 2021માં એક વર્ષ અને પછી 2022 અને 2023માં એક વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. તેઓ જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ, 2019 ના આર્કિટેક્ટ હોવાનું કહેવાય છે, જે હેઠળ અગાઉના જમ્મુ અને કાશ્મીર રાજ્યની કલમ 370 નાબૂદ કર્યા પછી બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરવામાં આવ્યું હતું.

કોણ છે ટીવી સોમનાથન? : 1987 બેચના IAS અધિકારી, સોમનાથન તમિલનાડુ સરકારમાં વિવિધ હોદ્દા પર સેવા આપી ચૂક્યા છે. તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં પીએચડી કર્યું છે. નાણાં સચિવ તરીકે તેમની નિમણૂક પહેલાં, સોમનાથને 2019 થી 2021 સુધી નાણાં ખર્ચ સચિવ તરીકે સેવા આપી હતી. તેમણે ગિરીશ ચંદ્ર મુર્મુનું સ્થાન લીધું, જેમને જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશના પ્રથમ લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

તેઓ 2015 અને 2017 વચ્ચે વડાપ્રધાન કાર્યાલય (PMO)માં સંયુક્ત સચિવ પણ રહ્યા હતા અને બાદમાં PMOમાં વધારાના સચિવ તરીકે પણ સેવા આપી હતી. સોમનાથનને કોર્પોરેટ બાબતોના મંત્રાલયમાં સંયુક્ત સચિવ તરીકે પણ થોડો સમય કામ કર્યું હતું. તેઓ વોશિંગ્ટન ડીસીમાં વિશ્વ બેંકમાં કોર્પોરેટ બાબતોના નિર્દેશક તરીકે પણ નિયુક્ત થયા હતા. તમિલનાડુના તેમના વતન કેડરમાં, સોમનાથને 2007 થી 2010 સુધી ચેન્નાઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપી હતી. તેમણે મુખ્યમંત્રી કાર્યાલયમાં સંયુક્ત સચિવ તરીકે પણ કામ કર્યું હતું.

  1. ભૂતપૂર્વ વિદેશપ્રધાન નટવરસિંહનું નિધન, ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ - NATWAR SINGH PASSED AWAY

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.