ETV Bharat / bharat

બાબા સિદ્દીકી હત્યાકાંડ: મુંબઈ પોલીસે ઘટના દરમિયાન NCP નેતાની સુરક્ષામાં તૈનાત કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા - BABA SIDDIQUE MURDER CASE

મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે, તપાસમાં જાણવા મળ્યું છે કે શૂટર અને કાવતરાખોરોએ માહિતી શેર કરવા માટે સ્નેપચેટનો ઉપયોગ કર્યો હતો.

બાબા સિદ્દીકીનો ફાઈલ ફોટો.
બાબા સિદ્દીકીનો ફાઈલ ફોટો. (ANI)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 19, 2024, 3:47 PM IST

મુંબઈઃ મુંબઈ પોલીસે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા બાબા સિદ્દીકીના પોલીસ સુરક્ષા ગાર્ડ શ્યામ સોનાવણેને સસ્પેન્ડ કરી દીધા છે. બાબા સિદ્દીકીની હત્યાના થોડા દિવસો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઘટના સમયે મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી સાથે LIC સુરક્ષા ગાર્ડ શ્યામ સોનાવણે હાજર હતા. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, બાબા સિદ્દીકીની સુરક્ષા માટે તૈનાત કોન્સ્ટેબલ શ્યામ સોનવણેએ તે સમયે સિદ્દીકીને ગોળી મારનારા આરોપીઓ સામે 'કોઈ કાર્યવાહી કરી નહોતી'. પોલીસે કહ્યું કે, આંતરિક તપાસ પણ ચાલી રહી છે.

ઓફિસની બહાર બાબા સિદ્દિકીને ગોળી મારવામાં આવી
બાબા સિદ્દીકીને નિર્મલ નગર સ્થિત તેમની ઓફિસની બહાર ગોળી મારી દેવામાં આવી હતી. તેમને છાતીમાં બે ગોળી વાગી હતી અને તેમને તાત્કાલિક સારવાર માટે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં 12 ઓક્ટોબરે તેમનું નિધન થયું હતું. આજે અન્ય એક ઘટનાક્રમમાં, NCP નેતા બાબા સિદ્દીકીના પુત્ર જીશાન સિદ્દીકીની એક તસવીર ધરપકડ કરાયેલા એક આરોપીના ફોનમાંથી મળી આવી હતી, એમ મુંબઈ પોલીસે જણાવ્યું હતું.

શૂટરના ફોનમાં જીશાન સિદ્દીકીની તસવીર મળી
પોલીસના જણાવ્યા અનુસાર, આ તસવીર આરોપી સાથે તેમના હેન્ડલરે સ્નેપચેટ દ્વારા શેર કરી હતી. મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે, તપાસમાં જાણવા મળ્યું છે કે શૂટર અને કાવતરાખોરોએ માહિતી શેર કરવા માટે સ્નેપચેટનો ઉપયોગ કર્યો હતો. સૂચનાઓ આપ્યા બાદ મેસેજ ડિલીટ કરવામાં આવ્યા હતા.

શૂટરે માગ્યા હતા 1 કરોડ રૂપિયા
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું હતું કે, ધરપકડ કરાયેલા આરોપી રામ કનૌજિયાએ પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો હતો કે, તે પહેલો વ્યક્તિ હતો જેને NCP નેતાની હત્યાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. તેણે શરૂઆતમાં 1 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. તેના નિવેદન મુજબ, ભાગેડુ આરોપી શુભમ લોનકરે પહેલા બાબા સિદ્દીકીની હત્યાનો કોન્ટ્રાક્ટ રામ કનૌજિયાને આપ્યો હતો. કનૌજિયાએ હત્યાને અંજામ આપવા માટે 1 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછ દરમિયાન રામ કનૌજિયાએ ખુલાસો કર્યો હતો કે, શુભમ લોનકરે શરૂઆતમાં તેને અને નીતિન સપ્રેને બાબા સિદ્દીકીની હત્યાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો.

મહારાષ્ટ્રના રહેવાસી કનૌજિયાને બાબા સિદ્દીકીની હત્યાના પરિણામોની ખબર હતી, તેથી જ તે આ ગુનો કરવામાં અચકાયો હતો. જેના કારણે તેણે આ કામ માટે 1 કરોડ રૂપિયા માંગ્યા હતા. આ પછી શુભમ લોંકરે રામ કનૌજિયાને રાખવાને બદલે ઉત્તર પ્રદેશના શૂટર્સની પસંદગી કરી.

કનૌજિયાએ વધુમાં જણાવ્યું હતું કે, શુભમ લોંકર જાણતો હતો કે ઉત્તર પ્રદેશના લોકો મહારાષ્ટ્રમાં બાબા સિદ્દીકીના કદ અથવા પ્રતિષ્ઠા વિશે સંપૂર્ણપણે જાણતા નથી. તેથી, તેઓ ઓછા ભાવે હત્યાને અંજામ આપવા સંમત થયા હતા. જ્યારે રામ કનૌજિયા અને નીતિન સપ્રેએ પીછેહઠ કરી, ત્યારે શુભમે ઉત્તર પ્રદેશના ધરમ રાજ કશ્યપ, ગુરનૈલ સિંહ અને શિવકુમાર ગૌતમને કામ કરવા માટે સમજાવ્યા.

આ પણ વાંચો:

  1. ધોલેરા બનશે ભારતનું સૌથી મોટું “ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી”
  2. ચોમાસાની સમાપ્તિ વચ્ચે ફરી વરસાદની આગાહી, જાણો રાજ્યમાં ક્યા અને ક્યારે વરસશે મેઘ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.