મુંબઈઃ અંબાણી પરિવાર ભવ્ય ઉજવણી માટે તૈયાર છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું બીજું પ્રી-વેડિંગ આજે, 29 મે, ક્લાસિક ક્રૂઝ ડ્રેસ કોડ સાથે શરૂ થશે. આ કપલની બીજી પ્રી-વેડિંગ ક્રુઝ પર થશે. આ ક્રૂઝ ઈટલીથી ફ્રાન્સ જશે. આ ફંકશન 29મી મેથી 1લી જૂન સુધી ચાલશે. આ ફંક્શનમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીની હસ્તીઓ હાજરી આપે તેવી અપેક્ષા છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની બીજી પ્રી-વેડિંગ પાર્ટીનું આયોજન લક્ઝરી ક્રૂઝ પર કરવામાં આવ્યું છે. ક્રુઝ પર પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં બોલિવૂડની ઘણી જાણીતી હસ્તીઓ અને વૈશ્વિક ચહેરાઓ હાજરી આપે તેવી અપેક્ષા છે. તે ઇટાલીથી શરૂ થશે અને ફ્રાન્સમાં 1 જૂને સમાપ્ત થશે. તાજેતરમાં, પાર્ટીનું આમંત્રણ કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું, જેમાં 29 મેથી 1 જૂન સુધી યોજાનારી પાર્ટી વિશે માહિતી આપવામાં આવી છે. વાયરલ ઈન્વિટેશન કાર્ડ મુજબ.
- 29 મે: પાલેરેમેક જહાજ પર
થીમ: વેલકમ લંચ
ડ્રેસ કોડ: ક્લાસિક ક્રૂઝ - 29 મે: ઓન બોર્ડ એટ સી
થીમ: 'સ્ટેરી નાઇટ'
ડ્રેસ કોડ: વેસ્ટર્ન ફોર્મલ્સ - 30 મે: રોમની ધરતી પર
થીમ: 'રોમન હોલિડે'
ડ્રેસ કોડ: પ્રવાસી ચીક પોશાક - 30 મે: ઓન બોર્ડ
થીમ: લા ડોલ્સ ફાર નિએન્ટે
ડ્રેસ કોડ: રેટ્રો - 30 મે: ટોગા પાર્ટી
- 31 મે: ઓન બોર્ડ
થીમ: 'વી ટર્ન વન અન્ડર ધ સન'
ડ્રેસ કોડ: પ્લે ફુલ - 31 મે: ઓન લેન્ડ કેન્થેમ
થીમ: લે માસ્કરેડ
ડ્રેસ કોડ: બ્લેક ધ માસ્કરેડ - 31 મે: ઓન બોર્ડ
થીમ: પાર્ડન માય ફ્રેન્ચ (પાર્ટી પછી) - 1 જુન:ઓન લેન્ડ પોર્ટોફિનો
થીમ: 'લા ડોલ્સે વિટા'
ડ્રેસ કોડ: ઇટાલિયન સમર
અંબાણી પરિવાર 31મી મેના રોજ આકાશ અંબાણીના પુત્રના પ્રથમ જન્મદિવસની ડબલ ઉજવણી કરશે. તેઓ ક્રુઝ શિપ પર બાળક વેદનો પ્રથમ જન્મદિવસ ઉજવશે. વેદ આકાશ અંબાણી અને શ્લોકા મહેતાનું બીજું સંતાન છે. 'લે માસ્કરેડ' થીમ માટે મહેમાનો બ્લેક ધ માસ્કરેડ ડ્રેસ કોડમાં જોવા મળશે. તે જ રાત્રે, ક્રુઝ શિપ પર આફ્ટર-પાર્ટી યોજવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ભવ્ય પાર્ટી માટે 300 VIP મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે.