રાજગઢઃ મધ્યપ્રદેશની હાઈ પ્રોફાઈલ બેઠક એવી રાજગઢ પર આ વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહ અહીંથી ઉમેદવાર છે. શુક્રવારે રાજગઢમાં એક જનસભાને સંબોધિત કરતી વખતે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દિગ્વિજયસિંહ વિશે કટાક્ષ કર્યા હતા. બીજેપી ઉમેદવારના સમર્થનમાં રાજગઢ જિલ્લાના ખિલચીપુરમાં જાહેર સભાને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું,'આશિક કા જનાજા હૈ જરા ધૂમ સે નીકલે.'
કાયમી વિદાય: અમિત શાહે રાજગઢ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવારને વધુમાં વધુ લીડથી જીતાડવાની અપીલ કરી હતી. દિગ્વિજયસિંહ માટે અમિત શાહે કહ્યું કે, તે ઘણી વખત આવ્યા છે અને ઘણી વખત ગયા છે. હવે તેમને કાયમી વિદાય આપવાનો સમય આવી ગયો છે. રાજગઢની જનતાએ દિગ્વિજયસિંહને રાજનીતિમાંથી કાયમી વિદાય આપી દેવી જોઈએ, પરંતુ મારી એક વિનંતી છે. રાજકારણમાંથી તેમને કાયમી વિદાય આપો તો ધૂમધામથી આપો આ આશિકની અંતિમયાત્રા છે. દિગ્વિજયસિંહને મોટી લીડથી હરાવો. શુક્રવારે રાજગઢમાં એક જનસભાને સંબોધિત કરતી વખતે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દિગ્વિજયસિંહ વિશે કટાક્ષ કર્યા હતા. બીજેપી ઉમેદવારના સમર્થનમાં રાજગઢ જિલ્લાના ખિલચીપુરમાં જાહેર સભાને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું,'આશિક કા જનાજા હૈ જરા ધૂમ સે નીકલે.'
સનાતન વિરોધીઃ અમિત શાહે પૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજયસિંહ પર વાકપ્રહાર કર્યા હતા. અમિત શાહે ભાષણની શરૂઆત રાજગઢ જિલ્લામાં સ્થિત તમામ પ્રતિષ્ઠિત મંદિરોનો ઉલ્લેખ કરીને કરી હતી. જયશ્રી રામના મંત્રોચ્ચાર બાદ અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છેલ્લા 10 વર્ષની ઉપલબ્ધિઓ ગણાવી હતી. આ સિવાય તેમણે રામ મંદિરના અભિષેક સમારોહ માટેના આમંત્રણને નકારવા બદલ કોંગ્રેસના નેતાઓ પર વાકપ્રહાર કર્યા હતા. અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ શરૂઆતથી જ સનાતન વિરોધી રહી છે.