નવી દિલ્હી : સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસ બાદ દિલ્હીમાં રાજકીય યુદ્ધ છેડાયું છે. આમ આદમી પાર્ટીના મંત્રી આતિશીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, અરવિંદ કેજરીવાલ પર હુમલો કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રીને ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. દિલ્હી મેટ્રોમાં અરવિંદ કેજરીવાલને મારી નાખવાની ધમકી ખુલ્લેઆમ આપવામાં આવી રહી છે. આ નિવેદનમાં સંબંધમાં આતિશીએ મીડિયા સમક્ષ કેટલીક ફોટો કોપી પણ રજૂ કરી હતી.
-
बड़ा खुलासा! भाजपा करवा सकती है CM @ArvindKejriwal पर बड़ा हमला | महत्वपूर्ण प्रेसवार्ता | LIVE https://t.co/k1aov1aTSS
— AAP (@AamAadmiParty) May 20, 2024
ભાજપ પર ગંભીર આક્ષેપ મંત્રી આતિશીએ કહ્યું કે, ભાજપ અને વડાપ્રધાન એક પછી એક અરવિંદ કેજરીવાલ પર કોઈને કોઈ હુમલો કરવાનું કાવતરું ઘડી રહ્યા છે. 16 માર્ચે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી. એક એવો કિસ્સો જેમાં આજદિન સુધી એક પણ પૈસો મળ્યો નથી. અરવિંદ કેજરીવાલ પર ખોટા આરોપ લગાવીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ જ્યારે સ્વાતિ માલીવાલના આરોપ સંપૂર્ણ જુઠ્ઠાણા નીકળ્યા તો હવે ભાજપ પોતાનો છેલ્લો દાવ રમવા જઈ રહી છે, તેઓ અરવિંદ કેજરીવાલ પર હુમલો કરવાનું કાવતરું કરી રહ્યા છે.
સીએમ કેજરીવાલને ધમકી : આતિશીએ વધુમાં એમ પણ કહ્યું કે, અરવિંદ કેજરીવાલને મારવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. ગઈકાલે દિલ્હી મેટ્રોના ખૂબ જ મહત્વપૂર્ણ મેટ્રો સ્ટેશન રાજીવ ચોક, પટેલ નગર અને ઘણી મેટ્રો ટ્રેનોની અંદર અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ધમકી લખવામાં આવી છે. આ કેવી રીતે શક્ય છે કે મેટ્રો સ્ટેશનના દરેક ભાગ CCTV કવરેજ હેઠળ છે, પરંતુ તેમ છતાં ધમકીઓ લખવામાં આવી હતી. ઉપરાંત ધમકી લખનાર વ્યક્તિને કોઈ શોધી પણ નથી રહ્યું. આતિશીએ મેટ્રો સુરક્ષા કર્મચારીઓ પર પણ સવાલ ઉઠાવ્યા હતા.