ETV Bharat / bharat

Security Breach On Airport : એર ઈન્ડિયાના વિમાનના ટેક-ઓફ સમયે રનવે પર વ્યક્તિ આવી ચઢતા પાયલોટને ઈમરજન્સી બ્રેક લગાવવી પડી

Security Breach On Airport : દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષામાં મોટી ખામીનો મામલો સામે આવ્યો છે. અહીં એર ઈન્ડિયાના વિમાનના ટેક-ઓફ સમયે રનવે પર ઉભેલા વ્યક્તિના કારણે પાયલોટને ઈમરજન્સી બ્રેક લગાવવી પડી હતી, જેના કારણે મુસાફરોનો જીવ જોખમમાં મુકાયો હતો.

a-person-came-in-front-of-the-plane-at-delhi-airport-while-it-was-taking-off-the-pilot-had-to-apply-emergency-brake

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 28, 2024, 8:59 PM IST

નવી દિલ્હી: દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર શનિવારે રાત્રે એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. કારણ કે એક વ્યક્તિ પ્લેન ટેકઓફ કરતા પહેલા રનવે પર પહોંચી ગયો હતો. જે દરમિયાન પાયલોટે ઇમરજન્સી બ્રેક લગાવવી પડી હતી અને અચાનક મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા. સદ્નસીબે પાયલોટે ઈમરજન્સી બ્રેક લગાવીને પ્લેનને અટકાવ્યું, નહીંતર મોટી દુર્ઘટના થઈ શકી હોત.

પ્રાપ્ત માહિતી અનુસાર, એર ઈન્ડિયાના એક વિમાને ગઈકાલે રાત્રે લગભગ 12 વાગ્યે ઉડાન ભરી હતી. ત્યારે પાયલટે જોયું કે એક વ્યક્તિ રનવે પર પ્લેનની આગળ ચાલી રહ્યો હતો. આ પછી પાયલોટે ઈમરજન્સી બ્રેક લગાવીને પ્લેનને રોક્યું.

પાયલોટે આની જાણકારી એટીસી એટલે કે એર ટ્રાફિક કંટ્રોલને આપી. આ પછી એરપોર્ટ ઓપરેશન કંટ્રોલ સેન્ટરે રનવે ક્લિયર કર્યો હતો. સાથે જ રનવે પર ચાલી રહેલા વ્યક્તિને સુરક્ષા દળોને હવાલે કરી દેવામાં આવ્યો હતો. હાલમાં સુરક્ષા દળો તે યુવકની પૂછપરછ કરી રહ્યા છે. તેની ઓળખની સાથે જ તેના આ રીતે રનવે પર આવવા પાછળનું કારણ પૂછવામાં આવી રહ્યું છે.

રન-વે પર પહોંચેલો યુવક પેસેન્જર છે કે બહારથી આવ્યો છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. જો તે બહારથી આવ્યો હતો તો તે બહારથી રનવે પર કેવી રીતે પહોંચ્યો તે મોટો પ્રશ્ન છે. સાથે જ ગંભીર વાત એ છે કે તે પેસેન્જર હોવા છતાં પણ તે આ રીતે રનવે પર પહોંચ્યો હતો અને તે પણ પ્લેનની સામે જે ટેક ઓફ થવા જઈ રહ્યો હતો અને કોઈએ તેને જોયો પણ નહોતો. આ ઘટનાને એરપોર્ટ સુરક્ષામાં મોટી ખામી માનવામાં આવે છે.

  1. CPR Treatment : CISF જવાને વિદેશી મુસાફરનો જીવ બચાવ્યો, દિલ્હી એરપોર્ટ પર બની ઘટના
  2. Supreme Court: દિલ્હીના મેયરે સ્થાયી સમિતિની સત્તાના સ્થાનાંતરણના મુદ્દે SCમાં અરજી કરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.