ગાઝિયાબાદ/નવી દિલ્હી: દિલ્હી-એનસીઆરના ગાઝિયાબાદમાં ગુરુવારે વહેલી સવારે બે માળના એક મકાનમાં ભીષણ આગ લાગી હતી. આ આગમા એક જ પરિવારના પાંચ સભ્યો દાઝી ગયા હતા. આ ઘટના ખુબજ ભયાનક છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને આગને કાબુમાં લીધી હતી. આગ ક્યા કારણે લાગી તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે. માહિતી મળતા જ વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે.
આ ઘટના ગાઝિયાબાદના લોની બોર્ડર વિસ્તારમાં બની હતી, જ્યાં બુધવારે રાત્રે બહટા-હાજીપુરમાં બે માળના મકાનમાં આગ લાગવાની માહિતી ફાયર વિભાગને મળી હતી. ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.
આગ ગ્રાઉન્ડ ફ્લોરથી લઈને ઉપરના માળ સુધી ફેલાઈ ગઈ હતી અને તેને બુઝાવવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. જ્યારે ફાયર બ્રિગેડ ઉપરના માળે ગઈ ત્યારે ત્યાં પાંચ લોકો જીવતા સળગી ગયા હતા.
બે લોકો સારવાર હેઠળ છે એડિશનલ પોલીસ કમિશનર દિનેશ કુમારે જણાવ્યું હતું કે મૃત્યુ પામેલા લોકોમાં બે બાળકોનો સમાવેશ થાય છે. એક બાળક 7 મહિનાનો હતો અને બીજો આઠ વર્ષનો હતો, જ્યારે મૃતકોમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ સિવાય એક 35 વર્ષીય વ્યક્તિ પણ જીવતો સળગી ગયો છે. આ તમામ એક જ પરિવારના છે. જ્યારે એક મહિલા અને બાળક હોસ્પિટલમાં દાખલ છે. આ તમામ એક જ પરિવારના છે, જેઓ બે માળના મકાનમાં રહેતા હતા.
આ ઘર સારિક નામના વ્યક્તિનું છે, જે કોન્ટ્રાક્ટર છે અને ઘરની બહાર હતો. બુધવારે રાત્રે તે ઘરે પરત ફર્યો ત્યારે ઘરમાંથી જ્વાળાઓ નીકળી રહી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ સિવાય ઘરમાં કેટલાક મશીનો પણ રાખવામાં આવ્યા હતા, જેના કારણે આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જોકે અધિકારીઓનું કહેવું છે કે ઘટનાની તપાસ કરવામાં આવશે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ગમગીનીનો માહોલ છે.
એક ધડાકો અને 7 જિંંદગી હોમાઈ, સુરતની સચિન જીઆઈડીસી કંપનીમાં બ્લાસ્ટની દર્દનાક ઘટના