ગુજરાત

gujarat

ETV Bharat / videos

રાજકોટમાં મહિલા હૉકી ખેલાડીઓ કરી રહી છે તૈયારી, નેશનલ ગેમ્સમાં મેડલ જીતવાનો લક્ષ્યાંક - women hockey players practice

By

Published : Sep 9, 2022, 2:14 PM IST

Updated : Sep 9, 2022, 3:08 PM IST

રાજ્યમાં સૌપ્રથમ વખત નેશનલ ગેમ્સનું આયોજન થવા જઈ રહ્યું છે. ત્યારે રાજકોટમાં મેજર ધ્યાનચંદ હૉકી ગ્રાઉન્ડ ખાતે પણ હૉકી રમાશે. તો અહીં 10 સપ્ટેમ્બરથી 13 દિવસ યોજનારા પ્રિ નેશનલ હૉકી કેમ્પમાં જોડાવવા 30 મહિલા હૉકી ખેલાડીઓનું આગમન થઈ ગયું છે. આ તમામ ખેલાડીઓ અહીં પ્રેક્ટિસ કરી રહી છે. આમાંથી 18 ખેલાડીઓની પસંદગી થશે ને તેઓ નેશનલ ગેમ્સમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. જ્યારે રાજકોટની 2 યુવા મહિલા હૉકી ખેલાડી એક સમયે નેશનલ રમી હતી. તો અત્યારે રાજ્યમાંથી ખેલો ઈન્ડિયા કાર્યક્રમમાં હૉકી મેચ રેફરી તરીકે પસંદગી પામીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આ ખેલાડીઓ પણ અહીં પ્રેક્ટિસ કરી રહી છે. બીજી તરફ આ નેશનલ ગેમ્સમાં ગુજરાત માટે મેડલ જીતવા માટે ખેલાડીઓ કમરતોડ મહેનત કરી રહ્યા છે. જ્યારે સરકાર દ્વારા આ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. Women hockey team, preperation for national games, national games 2022, women hockey players practice, major dhyan chand hockey ground rajkot, women hockey players practice .
Last Updated : Sep 9, 2022, 3:08 PM IST

ABOUT THE AUTHOR

...view details