કેદારનાથ પદયાત્રા માર્ગ પર ઘોડાનો ધક્કો આવતા મહિલા ખીણમાં ખાબકી - uttarakhand chardham yatra
કેદારનાથ ધામમાં (Chardham Yatra 2022) પદયાત્રા માર્ગ પર ઘોડા-ખચ્ચર પર સવાર થઈને જવું ક્યારેક જોખમી અને જીવલેણ પુરવાર થઈ શકે છે. આવો જ એક કિસ્સો તાજેતરમાં બન્યો હતો. જેમાં ઘોડાનો ધક્કો વાગતા એક મહિલા યાત્રી ખીણમાં પડી ગઈ હતી. રાહતની વાત એ રહી હતી કે, આ ખીણી વધારે પડતી ઊંડી ન હતી. આ કારણે એમનો જીવ બચી ગયો હતો. એ પહેલા એક યાત્રિકના માથા પર પથ્થર પડતા તે ઈજાગ્રસ્ત થયો હતો. કેદરનાથની યાત્રા કરી રહેલા પ્રવાસીઓ હાલમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ગૌરીકુંડથી કેદારનાથના પદયાત્રા માર્ગ પર ગંદકીના કારણે પ્રવાસીઓના પગ લપસી રહ્યા છે. તેથી તેઓ ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે. એટલું જ નહીં ક્યારેક ઘોડા અને ખચ્ચરનો ધક્કો વાગતા પણ ભાવિકોને ઈજા પહોંચે છે. ઈજાગ્રસ્ત થનાર મહિલાનું નામ સીધુબાઈ છે. જે મહારાષ્ટ્રની રહેવાસી છે. ઘટના સ્થળે એનડીઆરએફની ટીમે એમને ઊંચકીને એનો જીવ બચાવ્યો હતો.