ચાલું ટ્રેને ચડવા જતી મહિલા પટકાઈ, દેવદૂત બનીને આવ્યા RPFના જવાનો, જૂઓ વીડિયો - ચાલું ટ્રેનમાં ચડતી વખતે મહિલા પડી
બૈતુલ: એક મહિલા પ્રવાસી રેલવે સ્ટેશન (Woman fell from moving train) પર એક દુર્ઘટનાનો શિકાર થતા બચી ગઈ હતી. આ મહિલા પાટલીપુત્ર એક્સપ્રેસમાં (Patliputra Express) યાત્રા કરી રહી હતી. જ્યારે ટ્રેન બૈતુલના પ્લેટફોર્મ નં. 2 પર આવી ત્યારે મહિલા પાણી લેવા માટે નીચે ઊતરી હતી. આ દરમિયાન ટ્રેન આગળ વધવા લાગી હતી. ઊતાવળે મહિલાએ ટ્રેનમાં ચડાવાનો પ્રયાસ કર્યો હતો. પણ તે સીધી નીચે પડી ગઈ હતી. એ સમયે ડ્યૂટી પર રહેલા RPFના બે (RPF constables saved woman life) જવાનો કપિલ દેવ અને સુનિલ કુમારે પાસવાનની નજર આ મહિલા પર પડી (Betul Railway Station) હતી. તેમણે તરત જ મહિલાપાસે પહોંચી અને એને પાછળની બાછું ખેંચી લીધી હતી. આમ મહિલાનો જીવ બચી ગયો હતો. આ દ્રષ્ય જે લોકોએ જોયું એના જીવ અધ્ધર થઈ ગયા હતા. આ સમયે ગાર્ડે એક ઈમરજન્સી બ્રેક મારીને મહિલાને એના સંબંધીઓને સોંપી હતી. એ પછી ટ્રેન ઈટારસી બાજુ રવાના થઈ હતી. આ સમગ્ર ઘટના રેલવે પ્લેટફોર્મ પર રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.