દ્વારકા જિલ્લામાં તેજ પવન સાથે ધુમ્મસની ચાદર, દરિયામાં 3થી 3.50 મીટર જેટલા મોજા ઉછાળ્યાં - strong winds in warka
દેવભૂમિ દ્વારકા: જિલ્લામાં અચાનક જ તેજ પવન સાથે વાતાવરણમાં ભારે પલ્ટો (strong winds in Dwarka district) જોવા મળ્યો છે. તેજ પવન સાથે ધુમ્મસની ચાદર આવી ચૂકી છે. એવું લાગે છે કે દ્વારકાએ ધુમ્મસની ચાદર (Fog in Dwarka) પોતાના માથે ઓઢી લીધી હોય. દરિયામાં હાલ 3થી 3.50 મીટર જેટલા મોજા ઉછાળી રહ્યા છે અને 40-50 કિમીની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ચેતાવણી જાહેર કરાઈ છે કે તારીખ 23 થી 26 સુધી માછીમારો એ દરિયો ખેડવા જવો નહીં.