જામનગર: દયારામ લાયબ્રેરીમાં પ્રધાન ધર્મેન્દ્વસિંહ જાડેજાની ગ્રાન્ટમાંથી વોટર કુલર અર્પણ કરાયું - latest news of jamnagar
જામનગર: શહેરમાં 96 વર્ષ જુની દયારામ લાયબ્રેરીમાં ફ્રી રીડીંગ રૂમ અને લાયબ્રેરીમાં વાંચકોની સુવિધા માટે રાજ્યપ્રધાન ધર્મેન્દ્વસિંહ જાડેજાની ગ્રાન્ટમાંથી ઠંડા પાણીનું વોટર કુલર અર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે રાજ્યપ્રધાને લાયબ્રેરીની મુલાકાત લઈ વિગતવાર માહિતી મેળવી હતી. મેયર હસમુખભાઈ જેઠવા, દયારામ લાયબ્રેરીના પ્રમુખ મનહરભાઈ ત્રિવેદી, મંત્રી પ્રફુલ્લભાઈ મેતા, ખજાનચી વિનુભાઈ ધ્રુવ, શાંતિલાલ બારડ, મંત્રીના પી.એ. પ્રવિણસિંહ જાડેજા, બીપીનભાઈ રાવલ, મનોજભાઈ પરમાર તથા મોટી સંખ્યામાં વાંચકો અને પુસ્તક પ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતા.