ગુજરાત

gujarat

ETV Bharat / videos

સ્મૃતિ વનમાં વહેલી સવારે આરોગ્યની જાગૃતિ માટે યોજાઈ વૉકેથોન, 650 લોકોએ લીધો ભાગ - ભૂજ બ્લોગર્સ

By

Published : Oct 15, 2022, 11:31 AM IST

કચ્છમાં આવેલા સ્મૃતિવનમાં આજે સવારે 6 વાગ્યે ભૂજ રનર્સ ગૃપ અને ભૂજ બ્લોગર્સ દ્વારા વૉકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવાના હેતુથી યોજાયેલી આ વૉકેથોનમાં 650થી વધુ લોકોએ ભાગ લીધો હતો. સ્મૃતિવનના પાર્કિંગ પોઈન્ટથી સનસેટ પોઇન્ટ અને ત્યાંથી સ્મૃતિવનના પાર્કિંગ પોઇન્ટ સુધી આ વૉકેથોન યોજાઈ હતી. જોકે, પ્રથમ વખત કોઈ નેશનલ મોન્યુમેન્ટ પર આવી કોઈ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ભૂજના ભૂજિયો ડુંગર પર પ્રથમ તબક્કામાં 170 એકર વિસ્તારને વિકસિત કરવામાં આવ્યો છે, જેમાં 50 ચેકડેમ, સનસેટ પોઇન્ટ, 8 કિમી લંબાઇના ઓવરઓલ પાથવે, 1.2 કિમી આંતરિક રોડ અને 3 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે અને સૌથી મોટું મિયાવાકી પદ્ધતિથી વન તૈયાર કરવામાં આવ્યું છે. walkathon for health at smriti van bhuj National Monument Bhuj Runners Group Bhuj Bloggers

ABOUT THE AUTHOR

...view details