વિયર ડેમ ઓવરફ્લો, રમણીય દ્રશ્યો સર્જયા
નર્મદાઃ નર્મદાએ શિવપુત્રી છે. જેનું એક નામ છે, રેવા એટલે ખડ ખડ વહેતી. છેલ્લા કેટલાક સમયથી નર્મદા નદી મૃતઃપાય અવસ્થામાં હતી, પરંતુ છેલ્લા ત્રણ દિવસથી મા નર્મદા તેના મૂળ સ્વરૂપ રેવા સ્વરૂપ ધારણ કર્યું છે. તીર્થધામ ગરુડેશ્વર ખાતે નર્મદા નદી પર નિર્માણાધિન 40 ફૂટ ઉંચા વિયર ડેમ પર પણ ભારે વરસાદને કારણે છલકાયો છે. નર્મદા ડેમનાં 8 દરવાજા ખોલાતા જ સુંદર અને મનમોહક દ્રશ્યો સર્જાયા છે. નર્મદા ડેમ પાર ગેટ લાગી જતા કેટલાક સમયથી ઓવરફ્લો દેખાતો બંધ થયો છે. કેવડીયા જતા માર્ગ પર ગરુડેશ્વર યાત્રાધામ આવેલું છે, ત્યાંથી ડેમને મીની ઓવરફ્લો જોઈ શકાશ છે. નર્મદા માતાનું એક નામ રોદ્રસ્વરૂપા છે. ભગવાન શિવ પણ રોદ્ર સ્વરૂપ હતા અને તેમની પુત્રી નર્મદાનું ફરી એકવાર મૂળ સ્વરૂપ રોદ્ર સ્વરૂપા આજે દેખાય છે.