રાજકોટ: માસ્ક વગર વોકિંગ કરતા જયંતિ રવિનો વિડીયો થયો વાઇરલ - આરોગ્ય સચિવ જયંતિ રવિ
રાજકોટઃ રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસનો આંક છેલ્લા કેટલાક દિવસથી વધી રહ્યો છે. જેને લઇને છેલ્લા એક સપ્તાહથી આરોગ્ય સચિવ જયંતિ રવિએ રાજકોટમાં કોરોના સંક્રમણ રોકવા માટે ધામા નાખ્યા છે. ત્યારે આજે મંગળવારે સવારે જયંતિ રવિ રાજકોટના સર્કિટ હાઉસ ખાતે માસ્ક વગર વોકિંગ કરતા કેમેરામાં કેદ થયા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. જેને લઈને સમાન્ય લોકોમાં સવાલ ઉભા થઇ રહ્યા છે કે આરોગ્ય અધિકારી બીજાને માસ્ક પહેરવાની સલાહ આપે છે પરંતુ પોતે માસ્ક ન પહેરતા હોવાનું સામે આવ્યું છે.