વડતાલ સ્વામિનારાયણ ધામમાં વચનામૃત દ્વિશતાબ્દિ મહોત્સવ અંતર્ગત હજારો દીવડાઓથી ઉતારવામાં આવી શ્રી હરિની આરતી - vadtal swaminarayan temple
ખેડા: વડતાલ સ્વામિનારાયણ સત્સંગ શિબિરમાં વચનામૃત દ્વિશતાબ્દિ મહોત્સવ અંતર્ગત સાંજના સત્રમાં હરિભક્તોએ એકસાથે હજારો દીવડાઓથી શ્રી હરિની આરતી ઉતારી હતી. આયોજક સંતોએ સહુ શિબિરાર્થિઓને દિપોત્સવ પર્વે શ્રી સ્વામિનારાયણ ભગવાનની આરતીનો લાભ કથામંડપમાં જ મળી રહે તે માટે રુડું આયોજન કર્યું હતું. મંડપ પર પહેલેથી જ હારબંધ કોડિયાં ગોઠવી રાખવામાં આવ્યાં હતાં અને થોડી ક્ષણો વિજળી બંધ કરી દીવડાના ઝગમગાટ સાથે ભગવાનની આરતી ઉતારવામાં આવી હતી.