ગુજરાત

gujarat

જૂઓ, યુવા કલાકારોએ PMના આગમન પહેલા કઈ રીતે આખા શહેરને ઉતારી દીધું ચિત્ર પર

By

Published : Jun 15, 2022, 2:36 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18મી જૂને વડોદરાના પ્રવાસે (PM Modi Vadodara Visit) આવશે. ત્યારે તેમના આગમનને લઈને વિશેષ તૈયારી કરવામાં આવી (Preperation for PM Modi Arrival) રહી છે. આવી જ રીતે શહેરના પ્રવેશદ્વાર ગણાતા એવા અમિતનગર ઓવરબ્રિજની દિવાલોને વિવિધ રંગથી શણગારવામાં (Drawing on Vadodara overbridge) આવી રહી છે. અહીં કલાકારોએ કલાનગરી વડોદરાના વિવિધ ચિત્ર ઓવરબ્રિજની દિવાલો પર કંડાર્યા છે. મહાનગરપાલિકાએ ચિત્ર દોરવાનું કામ વિવિધ કલાકારોને સોંપ્યું છે. જોકે, માત્ર ત્રણ દિવસની અંદર કલાકારોએ વડોદરાનું આખું ચિત્ર ઓવરબ્રિજ પર બનાવી (Drawing on Vadodara overbridge) દીધું છે, જે ખૂબ જ આકર્ષક લાગી રહ્યું છે. ઓવરબ્રિજને શહેરની સંસ્કૃતિ અને ઐતિહાસિક ઈમારતોના ચિત્રોથી સજાવવામાં આવ્યા છે. કલાકારોએ વડોદરાની ઓળખ જેમ કે, યુનિવર્સિટી, સૂરસાગરના મહાદેવ સહિતના ચિત્રો અહીં બનાવ્યા છે. જોકે, મહાનગરપાલિકાએ આ પ્રોજેક્ટની જવાબદારી કેમિસ કનેક્ટ નામની સંસ્થાને આપી છે. જ્યારે ફાઈન આર્ટ્સના 14 જેટલા કલાકારો આ ચિત્ર બનાવવાની કામગીરીમાં (Drawing on Vadodara overbridge) લાગ્યા છે. જ્યારે બાકીનું ચિત્ર કલાકારો ટૂંક જ સમયમાં પૂર્ણ કરી દેશે.

ABOUT THE AUTHOR

...view details