અગ્નિપથ મુદ્દે મથુરામાં માથાકુટ, પોલીસનો લાઠીચાર્જ, યુવાનોએ હાઈવે જામ કર્યો - agneepath scheme for army recruitment
મથુર: ઉત્તર પ્રદેશના મથુરામાં એટીવી ફેક્ટરી પાસે આગ્રા-દિલ્હી હાઈવે (agneepath protest) પર રોષે ભરાયેલા યુવાનોએ પથ્થરમારો કર્યો હતો. જેની સામે મથુરા પોલીસે લાઠીચાર્જ (Agnipath scheme protest reason) પણ કર્યો હતો. યમુના એક્સપ્રેસ વે પર બાજના પાસે પથ્થરમારો કરાયો હતો. જેના પરિણામે ટ્રાફિક જામ થઈ ગયો હતો. હાઈવે પર વાહનોના થપ્પા લાગ્યા હતા. જ્યારે કેટલીક ગાડીઓને પણ પથ્થરમારાથી મોટું નુકસાન થયું હતું. થોડા સમય બાદ સ્થિતિ થાળે પડતા પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. પણ આ જ હાઈવે પર આગળ જતા યુવાનોએ ફરીથી વાહનોને રોકી ચક્કાજામ કરવા માટે પ્રયાસ કર્યો હતો. યુવાનોના આ ટોળાને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.