કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરનો આવો વીડિયો તમે ક્યારેય નહિ જોયો હોય... - કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુર
કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. જ્યારે તેમના માતા-પિતાની 50મી લગ્ન વર્ષગાંઠ તેના હમીરપુર નિવાસસ્થાને ઉજવવામાં આવી હતી. અનુરાગ ઠાકુરના પિતા પ્રેમ કુમાર ધૂમલ હિમાચલ પ્રદેશના બે વખત મુખ્યપ્રધાન રહી ચુક્યા છે અને અનુરાગ ઠાકુર ચોથી વખત હિમાચલની હમીરપુર લોકસભા બેઠક પરથી સાંસદ બન્યા છે. સોમવારે માતા-પિતાના લગ્નની વર્ષગાંઠના અવસર પર અનુરાગ ઠાકુરે જોરદાર ડાન્સ કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.