સોમનાથના ભાલકાતીર્થ મંદિરે આહીર શોર્ય દિને શહીદી વહોરનારા 112 જવાનોને શ્રદ્ધાસુમન - 112 જવાનોને શ્રદ્ધાસુમન
ગીર સોમનાથ: સોમનાથ સાંનિઘ્યે પવિત્ર ભાલકા તીર્થ મંદિર (Bhalkatirtha temple) ખાતે આહીર સમાજ વૈચારિક ક્રાંતિ દ્વારા ચીન સાથે યુદ્ધમાં શહીદી વહોરનારા 112 જેટલા શહીદોને શ્રદ્ધાસુમન (Tribute paid to 112 martyred) આપવાનો એક વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સ્થાનિક આગેવાનો, લોકો અને યાત્રીકોએ મોટી સંખ્યામાં જોડાઇ રેજાનગલામાં દુષ્મનોના દાંત ખાટા કરી શહીદી વ્હોરનારા 112 જવાનોને ભાવપૂર્વક શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. આ આહીર સમાજ માટે ગર્વની વાત હોવાથી તેની યાદમાં શ્રદ્ધાસુમન આપવાની સાથે ભારત સરકાર આહીર રેજિમેન્ટની તેવી માંગણી ફરી દોહરાવી હતી.