મોરબીમાં 29ફૂટ લાંબા ધ્વજ સાથે તિરંગા યાત્રા નિકળી - Trianyatra
મોરબી : શહેરમાં યંગ વિદ્યા ગ્રુપ દ્વારા ધ્વજ સાથે તિરંગા યાત્રા યોજાઈ હતી. આ યાત્રા રવાપર રોડ ખાતે આવેલા નીલકંઠ વિદ્યાલય પાસેથી 15મી ઓગસ્ટના 73માં સ્વાતંત્ર પર્વ નિમિત્તે 29 ફૂટ લાંબા તિરંગા સાથે સ્વતંત્રતા યાત્રા કાઢવાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રામાં અલગ અલગ સંસ્થાઓ શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ યાત્રા અંદાજે એક કિલોમીટર લાંબી હતી. જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો પણ જોવા મળ્યા હતા. યાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી. યાત્રા દરમિયાન કોઈ મુશ્કેલી ન થાય તેના માટે સ્વયંસેવકો સાથે પોલીસ પણ જોડાઈ હતી.