કડીમાં ધોળા દિવસે ઘરમાં ઘુસી ચપ્પુની અણીએ દાગીનાની લૂંટ, તસ્કરો ફરાર - CCTV ફૂટેજ
મહેસાણાઃ જિલ્લાના કડીમાં જન્મભૂમિ સોસાયટીમાં ધોળા દિવસે ચોરીની ઘટના સામે આવી છે. મહિલા શિક્ષિકાના ઘરમાં નીચેના માળે બપોરના સમયે એકલા હતા. ત્યારે એક અજાણ્યો શખ્સ તેમના ઘરમાં ઘૂસી આવ્યો હતો અને છરી બતાવી મહિલા શિક્ષિકાએ પહેરેલા દાગીનાની લૂંટ ચલાવી હતી. લૂંટ ચલાવનાર શખ્સ ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયો હતો. બાદ શિક્ષિકાએ ઉપરના માળે સુઈ રહેલ પોતાના પતિ અને કડી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે શિક્ષિકાની ફરિયાદ નોંધી તપાસ માટે ચક્રો ગતિમાન કર્યા છે. તો આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ તપાસવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે.