ગરબા નહીં યોજવાના સરકારના નિર્ણયને IMAએ આવકારી ખુશી વ્યક્ત કરી - Indian Medical Association
સુરતઃ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર કોરોનાના કારણે ગરબાનું આયોજન નહીં થાય. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી અટકળોનો રાજ્ય સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડી અંત લાવવામાં આવ્યો છે. ગરબા થશે કે નહીં તેને લઇ કેટલાક સમયથી અનેક તર્ક-વિતર્કો ચાલી રહ્યા હતા. ખાસ કરીને ઈન્ડિયન મેડિકલ એસોસિએશને પણ ગરબાનું આયોજન ન થાય તે માટે રાજ્ય સરકાર પાસે માંગણી કરી હતી. આજે શુક્રવારે ગરબાના ન થવાના સરકારના આ નિર્ણયને IMAએ આવકાર્યા છે અને ખુશી વ્યક્ત કરી છે.