સુરત આવેલા શિવસેનાના ધારાસભ્યનું અપહરણ થયું હોવાની ફરિયાદ - nitin deshmukh surat civil
મહારાષ્ટ્ર શિવસેનાના ધારાસભ્ય નિતીન દેશમુખ (shivsena mla nitin deshmukh) ગતરાત્રે નારાજ થયેલા ધારાસભ્ય સાથે સુરત હોટલમાં આવ્યા હતા. જોકે, અહીં નિતીન દેશમુખની તબિયત લથડતા વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં તેમને 108 મારફતે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર (nitin deshmukh surat civil) ચાલી રહી છે, જોકે બીજી તરફ નિતીન દેશમુખના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, તેમને પોતાના પરિવારજનો સાથે મળવા નથી દેવાયા. ઉપરાંત તેમને એટેક આવ્યો હોવાની પણ વાત કરવામાં આવી હતી. આરોપ મૂક્યો છે કે, નીતિન દેશમુખનું અપહરણ થયું છે, ઘરેથી અકોલા જવાનું કહ્યું હતું ત્યાર બાદ ઘરે પરત આવ્યા નથી.
Last Updated : Jun 21, 2022, 10:43 PM IST