ભરૂચમાં જર્જરિત પાણીની ટાંકી નગર પાલિકા દ્વારા જમીનદોસ્ત કરાઇ, વીડિયો વાઇરલ - The video went viral on social media
ભરૂચઃ જંબુસરના જલાલપુરા વિસ્તારમાં જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઇ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો,પાણીની ટાંકી અત્યંત જર્જરિત બનતા મોટી દુર્ઘટનાની શક્યતાઓ દર્શાવાઈ રહી હતી. આ અંગે સ્થાનિકો દ્વારા નગર પાલિકામાં રજૂઆત કરવામા આવી હતી. નગર પાલિકા દ્વારા પાણીની જર્જરિત ટાંકી ઉતારી લેવામાં આવી હતી. વિશાળ પાણીની ટાંકી ઉતારતી વખતે કોઈ દુર્ઘટના ન બને એ માટે સમગ્ર વિસ્તાર ખાલી કરાવી દેવામાં આવ્યો હતો. અને અત્યંત સાવચેતી પૂર્વક પાણીની ટાંકી ઉતારી લેવામાં આવી હતી.