જેતપુર-સોમનાથ નેશનલ હાઇવેની હાલત બિસ્માર, ગ્રામજનોએ કર્યો સરાકર વિરૂદ્ધ સુત્રોચાર - junagadh news
જૂનાગઢઃ જેતપુર-સોમનાથ ફોરટ્રેક ઉપર બે ટોલનાકાઓ આવેલા છે, ત્યારે લાખો રૂપિયાના ટોલની ઉઘરાણી કરવામાં આવતી હોવા છતાં પણ લોકો રોડની સુવિધાથી વંચિત છે. જ્યારે આ રોડ ઘણા સમયથી અતિ બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. ગ્રામજનોએ અવાર-નવાર રોડ વિભાગને રજૂઆતો કરવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી, ત્યારે પાણીધ્રા પાટીયા પાસે ગ્રામજનોએ તંત્ર સામે સુત્રોચાર કરી રોડ ચક્કાજામ કર્યો હતો. જો આ રોડમાં થોડા સમયમાં સુધારો કરવામાં નહીં આવે તો મોટું લોક આંદોલન થાય તેવા એંધાણ મળી રહ્યાં છે.