સુપ્રીમ કૉર્ટમાં નકશો ફાડવાની ઘટનાનો સુરતમાં વિરોધ, ચપ્પલો મારી તસ્વીર સળગાવાઈ
સુરત: છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી રહેલા અયોધ્યા રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસની આજે અંતિમ સુનાવણી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોની દલીલ સાંભળ્યા પછી ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમ્યાન મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવન અને હિંદુ મહાસભાનાં વકીલ વિકાસસિંહ વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી. હિંદુ મહાસભાનાં વકીલ વિકાસ સિંહે પુરાવા રૂપે પૂર્વ આઈપીએસ કિશોર કૃણાકનું એક પુસ્તક સીજેઆઈ સમક્ષ રજૂ કર્યુ જેનો મુસ્લિમ પક્ષકારના વકીલ રાજીવ ધવને વિરોધ કર્યો હતો. અને પુસ્તકમાં દર્શાવવામાં આવેલો નકશો ફાડી નાખ્યો હતો. રાજીવ ધવનનાં આ કૃત્યને હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકોએ વખોડી કાઢ્યું છે. અને તેના પર દેશમાં ભાઈચારાનો માહોલ બગાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ કૃત્યનેે લઈને સુરતમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ધવનની તસ્વીર પર ચપ્પલો મારી તસ્વીરને સળગાવી દેવામાં આવી હતી. ઉપરાંત કોર્ટની અવમાનનાનો કેસ ચલાવવા પણ માંગ કરાઈ છે.