વડોદરામાં સુમનદીપ કોલેજની બસે એક્ટિવા ચાલક વિદ્યાર્થીને લીધો અડફેટે
વડોદરાઃ શહેરના વઘોડિયા રોડ વૃંદાવન ચાર રસ્તા પાસે સુમનદીપ કોલેજની બસે એક્ટિવા ચાલક વિદ્યાર્થીને અડફેટે લીધો હતો. જેમાં પારુલ યુનિવર્સિટીનો વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માતમાં એક્ટિવા બસની નીચે ઘૂસી ગઇ હતી. એક્ટિવાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જો કે, સદભાગ્યે એક્ટિવા સવાર વિદ્યાર્થીનો આબાદ બચાવ થયો હતો.