કોરોના વેક્સિનને અંગે હેલ્થ વર્કર્સ સાથે ETV Bharat દ્વારા ખાસ વાતચીત - health workers
સુરત : 16મી જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં કોરોના વેક્સિનેશનની શરૂઆત કરશે. જે અંતર્ગત સમગ્ર દેશમાં તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પ્રથમ દિવસે 100 જેટલા હેલ્થ વર્કરને કોરોના વેક્સિન આપવામાં આવશે. સુરતમાં 22 સેન્ટર હશે છે, જેમાં રજિસ્ટ્રેશન અને વેક્સિનેશન તેમજ ઓબ્ઝર્વેશન રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કરને વેક્સિન આપવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ તમામ હેલ્થ વર્કર સાથે ETV Bharat દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી.