સૌરવ ગાંગુલીએ લંડનની સુમસામ ગલીઓમાં મનાવ્યો જન્મદિવસ, દિકરી સાથે દિલ ખોલીને ઝુમ્યાં - undefined
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી આજે પોતાનો 50મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમના જન્મદિવસ નિમિત્તે આ વખતે દાદા તેમના જન્મદિવસ નિમિત્તે લંડનમાં રજાઓ માણી રહ્યા છે અને તેમનો પરિવાર પણ અહીં તેમની સાથે છે. ગાંગુલીના જન્મદિવસની સાંજ શરૂ થતાંની સાથે જ તેના મિત્રો અને પરિવારજનોએ જન્મદિવસની ઉજવણીનો પ્લાન કોઈ હોટેલ કે બીચ પર નહીં, પરંતુ લંડનની શાંત ગલી પર બનાવ્યો હતો. સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં સૌરવ ગાંગુલી અને તેના નજીકના મિત્રો બોલિવૂડના કેટલાક પ્રખ્યાત ગીતો પર ડાન્સ કરતા જોવા મળી રહ્યાં છે. વીડિયોમાં ગાંગુલીની પુત્રી સના અને પત્ની ડોના પણ તેની સાથે ડાન્સ કરી રહી છે અને ગાંગુલીના જીવનની આ સાંજને વધુ યાદગાર બનાવી રહી છે.