પિતાના બેસણામાં પુત્રએ આપી અનોખી રીતે શ્રધ્ધાજંલી..જાણો વિગત - અવસાન
પંચમહાલઃ હિન્દૂધર્મમાં વ્યક્તિના અવસાન બાદ 14 દિવસ સુધી શોક પાળીને બેસણુ રાખવામા આવે છે. જેમા સામાન્ય રીતે મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનોને મળીને આશ્વાસન તેમજ આત્માની શાંતિની પ્રાર્થના કરવામા આવે છે. ત્યારે પંચમહાલ જિલ્લાના સલામપુરા ગામમા યોજાયેલુ બેસણુ જરા અનોખુ હતુ.અનોપસિંહ સોલંકીના પિતાનું અવસાન થયુ હતુ. પિતાની આત્માને શાંતિ મળે તેના માટે અનોખી રીતે શ્રધ્ધાજંલી આપી હતી. જેમા બેસણામાં આવેલા વ્યક્તિઓ અને સગાવ્હાલાઓને વૃક્ષોના છોડ આપવામા આવ્યા હતા.