પાટણથી ગ્રાઉન્ડ રિપોર્ટ : સાંતલપુર તાલુકાના અગરિયાઓને સલામત સ્થળે ખસેડાયા - તૌકતે વાવાઝોડા
પાટણ : રણની કાંધીએ વસેલા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના રણ વિસ્તારમાં મોટા પ્રમાણમાં મીઠાના અગરો આવેલા છે. જેમાં કામ કરતા અગરિયાઓને તૌકતે વાવાઝોડાની સંભવિત અસરને લઈ પાટણ વહીવટી તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. મોટા ભાગે સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વસતા અગરિયાઓ સિઝન દરમિયાન રણ વિસ્તારમાં અગરોમાં રહેતા હોય છે. વાવાઝોડાની સંભવિત અસરની શક્યતાઓને લઈ પાટણ વહીવટી તંત્ર દ્વારા 900 જેટલા અગરિયાઓને તેમના ગામોમાં સલામત સ્થળે મોકલી આપવામાં આવ્યા છે.