ગુજરાત

gujarat

ETV Bharat / videos

હવે અહિં એરપોર્ટ પર રોબોટ મુસાફરોને કરશે મદદ - હવે અહિં એરપોર્ટ પર રોબોટ મુસાફરોને કરશે મદદ

By

Published : Jun 10, 2022, 6:15 PM IST

કોઈમ્બતુર: કોઈમ્બતુર એરપોર્ટ સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીનું એક છે. અહીંથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ છે. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને અહીં બે આધુનિક રોબોટ લગાવવામાં આવ્યા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા સંચાલિત આ આધુનિક રોબોટ્સ દ્વારા મુસાફરોને જરૂરી માહિતી મળી શકે છે. આ ઓટોમેટિક રોબોટ સેવા શરૂ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર સમીરને કોર્પોરેશન કમિશનર પ્રતાપ અને પોલીસ કમિશનર પ્રતિભા કુમારને આ રોબોટ્સ વિશે માહિતગાર કર્યા હતા. એક રોબોટ ડિપાર્ચર ટર્મિનલ પર અને બીજો રોબોટ એરાઇવલ ટર્મિનલ પર મૂકવામાં આવ્યો છે. જો મુસાફર આ ઓટોમેટિક રોબોટ્સની મદદથી હેલ્પ સેન્ટરનો સંપર્ક કરવા ઈચ્છે તો રોબોટ તરત જ હેલ્પ સેન્ટરનો સંપર્ક કરી જરૂરી માહિતી આપશે. એરપોર્ટ ડાયરેક્ટર સેંથિલ વાલ્વને જણાવ્યું હતું કે, રોબોટ્સ મુસાફરોને પ્લેનના રૂટ અને પાસપોર્ટ ચેકના રૂટ વિશે માહિતી આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે રોબોટના આગમનથી મુસાફરોને એરપોર્ટ સુધી પહોંચવામાં પડતી મુશ્કેલીઓ અમુક હદે ઓછી થશે.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details