પોરબંદર સરકારી હોસ્પિટલમાં સ્ટાફની ભરતી બાબતે કોંગ્રેસના ધરણા
પોરબંદર : શહેરમાં ગંદકીના કારણે ડેન્ગ્યુ સહિતની બીમારીનો હાહાકાર મચ્યો છે. મોટાભાગના વિસ્તારોમાં ગંદકીના ગંજ જામ્યા હોવાના કારણે રોગચાળાએ ભરડો લીધો છે.પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં દર્દીઓની લાઈન લાગે છે.કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ હોસ્પિટલની મુલાકાત લઇ દર્દીઓના ખબર-અંતર પૂછ્યા હતા. કોંગ્રેસ દ્વારા સરકારી હોસ્પિટલમાં તબીબો અને સ્ટાફની ઘટ બાબતે ધરણા યોજવામાં આવ્યા હતા. સરકાર દ્વારા તાત્કાલિક તબીબોની ભરતી કરવામાં આવે અને દર્દીઓ માટે સુવિધાઓ વધારવામાં આવે તેવી માંગ પોરબંદર કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી.