આણંદમાં મેઘમહેર, રસ્તા પર ઠેર ઠેર ભરાયા પાણી - પાલિકાતંત્ર
આણંદઃ છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજય સહિત આણંદ જિલ્લામાં પણ મેઘરાજાએ મહેર વરસાવી હતી. આણંદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી ઠેર-ઠેર નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. આણંદ શહેરના મુખ્ય તળાવ ગણાતું આણંદ ગોયા તળાવ ઓવરફ્લો થવાના કારણે શહેરના મુખ્ય માર્ગ, બસ સ્ટેન્ડ રોડ સહિતના વિસ્તારોમાં પણ પાણી ફરી વળ્યા હતા. પાણી ભરાયા હોવાના કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો કેટલીક જગ્યાએ એક દિવસના વરસાદમાં જળબંબાકાર થતાં સ્થાનિક તંત્ર અને પાલિકાતંત્રની પોલ ખુલ્લી પડી ગઈ હતી.