ગુજરાત

gujarat

ETV Bharat / videos

rain in Gujarat: મહેસાણા જિલ્લામાં વરસ્યો કારતકનો કમોસમી વરસાદ, ખેડૂતોમાં રવિ પાકોને નુકશાન થવાની ભીતિ - rain fall in Mehsana

By

Published : Nov 18, 2021, 11:29 AM IST

Updated : Nov 18, 2021, 11:43 AM IST

મહેસાણા: જિલ્લામાં ગુરુવારે વહેલી સવારથી મહેસાણા (rain fall in Mehsana), વિસનગર, વિજાપુર, ખેરાલુ, ઊંઝા, કડી સહિતના પંથકમાં વાતાવરણમાં એકાએક આવેલા પલટાને કારણે કારતક માસમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. આ વરસાદ (Rainfall in Mehsana) પહેલા માવઠું થવાની આગાહીઓ પણ જોવા મળી હતી. શિયાળુ પાકોના વાવેતર બાદ પ્રથમવાર વરસાદ વરસતા જીરું, વરિયાળી, રાયડો સહિતના રવિ પાકોને નુકશાન થવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે. તો અગમચેતીને પગલે માર્કેટયાર્ડોમાં પડેલો માલ સુરક્ષિત રાખવામાં આવ્યો છે. જેથી ઉત્પાદિત પાકોનું નુકસાન થતા અટક્યું છે. બીજી તરફ શિયાળામાં વરસાદ (rain in Gujarat) વરસતા જન આરોગ્ય સામે પણ પલટાયેલા વાતાવરણની માઠી અસર વર્તાય તેવી સંભાવનાઓ પ્રબળ બની છે.
Last Updated : Nov 18, 2021, 11:43 AM IST

ABOUT THE AUTHOR

...view details