કીર્તિદાન ગઢવીએ માતાનું તર્પણ સિદ્ધપુરમાં કરવાની ઈચ્છા વ્યકત કરી - માતૃવંદનાના સુર-સંગીત કાર્યક્રમ પાટણ
પાટણ: સિદ્ધપુરને દેવોનું મોસાળ ગણવામાં આવે છે. રવિવારે યોજાયેલ માતૃવંદનાના સુર-સંગીતના આ જાજરમાન મહોત્સવમાં પ્રખ્યાત લોકગાયક કિર્તીદાન ગઢવીએ પોતાની આગવી અદામાં મધુર લોકગીતો રજૂ કર્યા હતા. સિદ્ધપુરની પવિત્ર ભૂમિના વખાણ કરી તેનું મહત્વ શ્રોતાઓને સમજાવ્યું હતું. શ્રોતાઓને તેમની માતાનાં મૃત્યુ બાદ બિંદુ સરોવરમાં માતાની તર્પણ વિધી કરવા આહ્વાન કર્યું હતું. પ્રસિધ્ધ લોક ગાયક કીર્તિદાન ગઢવીએ મીડિયાને જણાવ્યું હતું કે, પાટણ અને સિદ્ધપુરની ધરતીએ કલા અને સંગીતની છે. આ ભૂમિ પર પોતાને કલા પીરસવાનો અવસર મળ્યો તે મારા માટે ભાગ્યને વાત છે. સાથે લોકગાયકે પોતાની માતાના દેહાંત બાદ તેમની તર્પણ વિધી બિંદુ સરોવરમા જ કરવાની ઈચ્છા વ્યકત કરી હતી.