નાના બાળકોએ PM મોદીની સામે શિવ તાંડવનો કર્યો પાઠ, જૂઓ વીડિયો - PM મોદીએ બાળકો સાથે વાતચીત કરી
વારાણસીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનારસના પ્રવાસે છે. અહીં તેઓ 1800 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતું. બુધવારે બનારસ પહોંચીને તેઓ સૌથી પહેલા રસોડાના ઉદ્ઘાટન માટે અક્ષય પત્ર પહોંચ્યા. આ દરમિયાન તેમણે પ્રાથમિક શાળાના બાળકો સાથે વાતચીત કરી હતી. નાના બાળકોની પ્રતિભા જોઈને વડાપ્રધાન મોદી દંગ રહી ગયા હતા. જ્યારે ધોરણ 5 ના એક બાળકે તેને શિવ તાંડવ સંભળાવ્યું, બીજા બાળકે તેને જબરદસ્ત ભાંગડા ઢોલ વગાડીને બતાવ્યું હતું. જે બાદ વડાપ્રધાન મોદી બાળકોની પ્રશંસા કરતા જોવા મળ્યા હતા.