રમઝાન ઈદ નિમિત્તે પોરબંદર ઈદગાહ પર માત્ર 4 લોકોએ જ નમાજ અદા કરી
પોરબંદર: દેશભરમાં કોરોના મહામારીનો ભય છે ત્યારે તમામ ધાર્મિક સ્થળ પણ બંધ કરવામાં આવ્યા છે. ત્યારે રમઝાન ઈદ નિમિત્તે પોરબંદરમાં આવેલી ઇદગાહ પર માત્ર ચાર લોકોએ ઉપસ્થિત રહી ઈદની નમાજ અદા કરી હતી. સામાન્ય રીતે ઈદના દિવસે આ ઈદગાહ પર મોટી સંખ્યામાં મુસ્લિમો ઉપસ્થિત રહેતા હોય છે. પરંતુ કોરોના મહામારીના પગલે માત્ર ચાર લોકો જ ઉપસ્થિત રહી નમાજ અદા કરી હતી. આ સમયે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો. મુસ્લિમ સમાજના આગેવાન અને અંજુમને ઇસ્લામના વહીવટદાર હાજી શબ્બીર હામદાણીએ પોલીસ તંત્ર સહિત સૌનો આભાર માન્યો હતો.