સુરતમાં ટેમ્પા ચાલકે વૃદ્ધને અડફેટે લેતા વૃદ્ધનું ઘટના સ્થળે મોત - news updates of surat
સુરત: ડભોલી રોડ વિસ્તારમાં હિટ એન્ડ રનનો બનાવ CCTV કેમેરામાં કેદ થયો છે. CCTVમાં જોવા મળે છે કે, એક ટેમ્પા ચાલકે 70 વર્ષીય વૃદ્ધને અડફેટે લેતા વૃદ્ધનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું છે. ઘટના બાદ ટેમ્પા ચાલક વાહન છોડી ફરાર થતા લોકોએ પોલીસને આ અંગે જાણ કરી હતી. હાલ પોલીસે ગુનો નોંધી ટેમ્પા ચાલકની શોધખોર હાથ ધરી છે.