કેશોદમાં CR પાટીલના કાર્યક્રમમાં જાહેરનામાનો ભંગ, કોંગ્રેસે PIને લેખિતમાં કરી રજૂઆત - ટ્રાફિક જામ
જૂનાગઢઃ કેશોદમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું બે દિવસ અગાઉ આગમન થયું હતું. શહેરમાં જુદા-જુદા સ્વાગતના કાર્યક્રમ યોજાયા હતા, ત્યારે વાહનોની લાંબી કતારો લાગી હતી. આ સાથે ટ્રાફિક જામના દર્શયો સર્જાયા હતા. મોટી સંખ્યામાં લોકોએ ફટાકડા ફોડી પુષ્પવર્ષા સાથે સ્વાગત કર્યં હતું. જેમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો હતો. કોરોનાની મહામારીના માહોલમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ થયો હતો, ત્યારે કોગ્રસે વિરોધ કર્યો છે અને જાહેર કાર્યક્રમ અંગે કોણે મંજૂરી આપી હતી? તેવા સવાલ સાથે જવાબદારો સામે પગલાં ભરવા માગ કરી રહ્યાં છે, ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ, યૂથ કોંગ્રેસના પ્રમુખ સહિતની ઉપસ્થિતમાં પીઆઈને લેખિતમાં રજૂઆત કરી હતી.