માલધારી સમાજનું આદોલન યથાવત, ન્યાયની માંગ સાથે રસ્તા રોકો આંદોલન કર્યુ - પોલીસ સ્ટેશન
પોરબંદરઃ શહેરમાં છેલ્લા 36 દિવસથી માલધારી સમાજ દ્વારા પોરબંદરની કલેકટર ઓફિસ સામે ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે. યુવાનોને લોકરક્ષક ભરતી બોર્ડની પરીક્ષામાં અન્યાય બાબતે ન્યાય આપવા માટેની લડત ચાલી રહી છે. આજે 37માં દિવસે માલધારી સમાજના લોકો દ્વારા રસ્તા રોકો આંદોલન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં 60થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી.