ભરૂચમાં ભક્તિ સાથે સમાજસુધારણાનો નાટક દ્વારા સંદેશ - બાલ ગંગાધર તીલક
ભરુચ: ભરૂચનાં નગર શેઠની ખડકી વિસ્તારમાં ગણેશ મહોત્સવ સાથે સામાજિક સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પર્યાવરણને ધ્યાનમાં રાખીને શ્રીજીની ઇકોફ્રેન્ડલી પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે સાથે જ યુવાનો દ્વારા અહી દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને એક સામાજિક સંદેશ પણ પાઠવવામાં આવે છે. યુવક મંડળ દ્વારા ગણેશ પંડાલમાં દર્શનાર્થે આવતાં લોકોને સામાજિક સંદેશ આપવા માટે બળાત્કાર અટકાવો બેટી બચાવોની થીમ પર નાટક રજુ કરવામાં આવે છે. બાલ ગંગાધર તીલકે સામાજિક હેતુસર જ સાર્વજનિક ગણેશ મહોત્સવની શરૂઆત કરી હતી. ત્યારે, નગર શેઠની ખડકી યુવા મંડળ દ્વારા પણ આજ પ્રકારનો સરાહનીય પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અહી આવતાં દર્શનાર્થીઓ પણ યુવક મંડળનાં પ્રયાસને બિરદાવી રહ્યા છે.