જામનગરના નિરાધાર આશ્રમના વૃદ્ધોને બત્રીસી આપવામાં આવી - દાંતની બત્રીસી
જામનગરઃ શહેરના નિરાધાર આશ્રમમાં રહેતા લોકોને વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા અવારનવાર વિવિધ ભેટ સોગાત આપવા આવતી હોય છે. તેમજ સમયસર સતત મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવે છે. ત્યારે રોટરી કલબ ઓફ સેનોરાસ દ્વારા રણજીતસિંહ નિરાધાર આશ્રમમાં 18 જેટલા વૃદ્ધોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું અને તેમાંથી ૮ જેટલા વૃદ્ધોને દાંતની બત્રીસી બેસાડી આપવામાં આવી હતી.