અગ્નિપથની આગ: જૌનપુરમાં રેલવે પરિવહન પર ઈમરજન્સી બ્રેક, નારેબાજી યથાવત
જૌનપુર: ઉત્તર પ્રદેશના જૌનપુરમાં 100થી વધારે યુવાનોનું ટોળું એકઠું થયું હતું. પોલીસે યુવાનોને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો. અગ્નિપથ યોજનાના (Agneepath protest) વિરોધમાં એકઠા થયેલા યુવાનોએ નારેબાજી કરી હતી. વારાણસી જૌનપુર હાઈવે (Agneepath yojana protest) પર ચક્કાજામ થઈ ગયો હતો. કંટ્રોલરૂમની સૂચના અનુસાર જુદા જુદા સ્થળ પર ટ્રેન રોકી દેવામાં આવી હતી. કૃષ્ણનગર રેલવે સ્ટેશન પર બેગમપુરા એક્સપ્રેસને અટકાવી (Agnipath recruitment new age limit) દેવામાં આવી હતી. આ સિવાય ઈન્દૌરથી કામખ્યા એક્સપ્રેસ ટ્રેનને યુદ્ધના ધોરણે અટકાવી દેવામાં આવી હતી. જેન કારણે અનેક પ્રવાસીઓ હેરાનપરેશાન થયા હતા.