સુરત ઉમિયાધામમાં 2 વર્ષ પછી એકસાથે 40000 દિવડાઓની મહાઆરતી કરાઈ - umiyadham surat
સુરતમાં ઉમિયાધામ મંદિરમાં નવરાત્રિના આઠમ મહાપર્વ પર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અહીં મંદિરમાં એકસાથે 40000 જેટલા ભક્તોએ દિવડા હાથમાં લઈ માતાજીની આસ્થા અને ભક્તિભાવપૂર્વક મહાઆરતી કરી હતી. અહીં દર વર્ષે હજારોની સંખ્યામાં ભક્તો એકત્રિત થાય છે. મંદિરની આસપાસ આવેલા બિલ્ડીંગના રહીશો પણ પોતાના ઘરથી આ આરતીમાં સામેલ થાય છે. તેમ જ તેમના ઘરથી જ મંદિર તરફ દિવડાઓ બતાવીને આરતી કરતા હોય છે. કોરોનાના કારણે 2 વર્ષ સુધી અહીં મહાઆરતી થઈ શકી નહતી, પરંતુ જ્યારે હવે કોરોનાના કેસ નહીવત્ છે. ત્યારે એક સાથે હજારોની સંખ્યામાં ભાવિભક્તોએ માતાજીની મહાઆરતી ઉતારી હતી. આ મહાઆરતીમાં રાજ્ય પ્રધાન પૂર્ણેશ મોદી સહિત સુરતના અધિકારીઓ અને પાટીદાર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. State Minister Purnesh Modi Maha Aarti at umiyadham surat on Navratri Festival State Minister Purnesh Modi